Budget 2023: નોકરિયાત વર્ગને નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ? બજેટમાં મોદી સરકારની મોટી તૈયારી

Income Tax: નાણા મંત્રી નિર્મલા સીતારમણે યૂનિયન બજેટમાં સામાન્ય જનતાથી લઈને મિડલ ક્લાસ સુધી બધાને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. 

Budget 2023: નોકરિયાત વર્ગને નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ? બજેટમાં મોદી સરકારની મોટી તૈયારી

Income Tax: 2.5 લાખથી વધારીને 3 લાખ થશે ઈન્કમ ટેક્સ લિમિટ, કોઈ ટેક્સ આપવો નહીં પડે. ઈન્કમ ટેક્સ ચૂકવવા માટે મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે ટેક્સપેયર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. કેમ કે થોડા સમયમાં બજેટ આવવાનું છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે યૂનિયન બજેટમાં સરકાર ટેક્સ ફ્રી લિમિટમાં વધારો કરી શકે છે. આ સમયે 2.5 લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે. પરંતુ તેને વધારીને 3 લાખ કરવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય જનતાથી લઈને મિડલ ક્લાસ સુધી બધાને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ ખાસ વાંચોઃ

3 લાખ સુધી થઈ શકે છે ટેક્સ ફ્રી લિમિટ:
અમારા સહયોગી ઝી બિઝનેસને મળેલી જાણકારી પ્રમાણે આ વખતના બજેટમાં ટેક્સપેયર્સને અનેક મોટી ભેટ મળી શકે છે. પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે આ વખતે સરકાર ટેક્સ ફ્રી લિમિટને વધારી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છેકે સરકાર તેને 2.5 લાખથી વધારીને 3 લાખ કરી શકે છે. એટલે તમારે પહેલાની સરખામણીએ ઓછો ટેક્સ આપવો પડશે.

9 વર્ષ પહેલાં લિમિટમાં થયો હતો વધારો:
છેલ્લે વર્ષ 2014માં આ લિમિટમાં વધારો કરાયો હતો. તે સમયે સરકારે તેની લિમિટને 2 લાખથી વધારીને 2.5 લાખ કરી દીધી હતી. છેલ્લા 9 વર્ષમાં આ લિમિટમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે તો આ વખતે સરકાર અનેક મોટી જાહેરાત કરી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ

સિનિયર સિટીઝન્સ માટે 3 લાખની છે લિમિટ:
તમને જણાવી દઈએ કે હાલમાં તમારે 2. 5 લાખ રૂપિયા સુધીની સેલરી પર ટેક્સ આપવાનો હોતો નથી. અને આ વખતે બજેટમાં સરકાર તમારી આ રાહતને 50,000 રૂપિયા વધારી શકે છે. જ્યારે સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો તે લોકો માટે આ લિમિટ 3 લાખ રૂપિયા છે. 

હાલમાં કેટલો છે ટેક્સ સ્લેબ:
2.5 લાખ રૂપિયાથી વધારે આવક - ટેક્સ ફ્રી
2.5થી 5 લાખ રૂપિયા સુધીની આવક - 5 ટકા ટેક્સ
5થી 10 લાખ સુધીની વાર્ષિક આવક - 20 ટકા ટેક્સ
10 લાખથી વધારે વાર્ષિક આવક - 30 ટકા ટેક્સ

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news